નવી દિલ્હીઃ ભારતની સુપરહિટ ફિલ્મ આરઆરઆરએ વિદેશમાં પણ દર્શકોની પ્રશંસા મેળવી છે. આરઆરઆર ફિલ્મના નાટુ… નાટુ ગીતને તાજેતરમાં જ ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેથી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને દેશવાસીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. તેમજ નાટુ… નાટુ ગીતને ઓસ્કર મળતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે. આ ગીતે ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ દેશના લોકોમાં ભારે ગેલુ ગલાવ્યું છે. દરમિયાન ભૂટાનમાં જર્મનીના દૂતાવાસના સભ્યો પણ નાટુ… નાટુ ગીતને મળેલા ઓસ્કરની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાહયલ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ભારતના રંગો અને સ્વાદ! જર્મનો ચોક્કસ નૃત્ય અને નૃત્ય કરી શકે છે!”
The colours and flavours of India! Germans can surely dance and dance well! https://t.co/NpiROYJPUy
— Narendra Modi (@narendramodi) March 20, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ભૂટાનમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને શેર કરેલા વીડિયોની પ્રશંસા કરી હતી, જ્યાં તેમણે અને દૂતાવાસના સભ્યોએ નાટુ નાટુ ગીતને ઑસ્કર મળવાની સફળતાની ઉજવણી કરી હતી. આ વીડિયો જૂની દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો છે. જર્મન રાજદૂતના ટ્વીટના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારતના રંગો અને સ્વાદ! જર્મનો ચોક્કસ નૃત્ય અને નૃત્ય કરી શકે છે!” આ પહેલા ફેબ્રુઆરીમાં ભારતમાં કોરિયન દૂતાવાસનો પણ ગીતની ઉજવણી કરતો વીડિયો બહાર આવ્યો હતો. બોલીવુડની ફિલ્મો ભારત ઉપરાંત દુનિયાના વિવિધ દેશમાં રિલીઝ થાય છે. જેથી ભારતીય કલાકારોના ફેન્સ માત્ર ભારત જ નહીં દુનિયાના વિવિધ દેશોમાં છે.