- સોનાના ભાવમાં તેજી
- ઈતિહાસમાં પહેલી વખત સોનું 60 હજારને પાર પહોંચ્યું
દિલ્હીઃ- દેશભરમાં ઘણી ચીજ વસ્તુઓના ભાવ વધતા જોવા મળી રહ્યા છે.જ્યારે સોનાની વાત કરવામાં આવે ત્યારે હવે ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે જાણકારી પ્રમાણે હવે સોનાના ભાવ 60 હજારને પાર પહોંચી ચૂક્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ એટલે કે 20મી માર્ચ 2023ના રોજ સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ચૂક્યું છે. પ્રથમ વખત સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને વટાવી ગઈ છે.સોનામાં વધી રહેલી ખરીદીને કારણે સોનું નવા ઐતિહાસિક રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
આજરોજ સોમવાર, 20 માર્ચ, 2023 ના રોજ, MCX પર દિવસના ટ્રેડિંગ વખતે, સોનું 60,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે નોંધાયું છે. શેરબજાર અને અન્ય કોમોડિટીમાં રોકાણકારોની ભારે વેચવાલી બાદ રોકાણકારો તેમના રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે
સોનાના ભાવ 10 ગ્રામ એટલે કે એક તોલાના 60 હજારને પાર જોવા મળ્યા છે,MCX પર સોનું આજરોજ સવારે 59 હજાર 418 રૂપિયા પર ખુલ્યું હતું. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ સોનું પહેલા 60 હજારને પાર કરી ગયું એટલું જ નહી ત્યાર બાદ 60,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. મતલબ કે આજે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ આશરે રૂ. 1000નો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ સાથે જ જો ચાંદીની વાત કરવામાં આવે તો માત્ર સોના જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી 69 હજાર પ્રતિ કિલોગ્રામને પાર કરી ગઈ છે અને હાલમાં રૂ. 69,100 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ છે.