- કોરોના સંક્રમણ દરમાં વધારો
- 14 જીલ્લામાં સંક્રમણ દર વધ્યું
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ફરી એક વખત ઘીમી ગતિએ વધતા જોવા મળ્યા છએ થોડા દિવસ અગાઉ કેન્દ્રએ અનેક રાજ્યોને પત્ર પણ ખ્યો હતો અને ત્યાર બાદ કેન્દ્ર દ્રારા કોરોનાની નવી ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી હતી ,દેશના 14 જીલ્લાઓ એવા છે કે જ્યા સંક્રમણ દર ઝડપથી વધી રહ્યું છે.
જો આરોગ્યમંત્લાયના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 14 રાજ્યો એવા છે જ્યાં સકારાત્મકતા દર 10 ટકાથી વધુ છે. આ સહીત 12 અને 18 માર્ચની વચ્ચે કરવામાં આવેલા આંકડાઓ પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશના 34 જિલ્લામાં કોરોનાનો સકારાત્મક દર 5 થી 10 ટકાની વચ્ચે છે.
જો કે બીજી એક મોટી વાત એ છે કે 14 માર્ચ સુધી આવા જિલ્લાઓની સંખ્યા માત્ર 15 હતી. એટલે કે કોરોનાના કેસ હવે ઝડપી વધી રહ્યા છે. માત્ર ચાર દિવસમાં જ 20 રાજ્યોમાં સકારાત્મકતા દરમાં વધારો થયો છે.મીડિયાના રિપોર્ટ પ્રમાણે જો વાત કરીએ તો 8 થી 14 માર્ચની વચ્ચે 10 ટકા કે તેથી વધુ પોઝીટીવીટી રેટ ધરાવતા જીલ્લાઓની સંખ્યા 9 હતી.
આ જીલ્લાઓમાંદિલ્હીના ત્રણ જીલ્લાઓ- દક્ષિણ, ઉત્તરપૂર્વ, પૂર્વ, જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ કોલ્હાપુર પુણે અહમદનગર, સાંગલી, નાસિક, અકોલા અને સોલાપુર કર્ણાટકમાં બેંગ્લોર, અર્બન મૈસુર અને શિવમોગાનોસમાવેશથાયછે.
રાજ્ય જ્યાં સકારાત્મકતા દર વધી રહ્યો છે ગોવા ગુજરાત હિમાચલ પ્રદેશ હરિયાણા કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તમિલનાડુ નોંધનીય છે કે, વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણાને પત્ર લખીને તાત્કાલિક અસરથી પગલાં લાગુ કરવા જણાવ્યું હતું.
tags:
corona posetive rate