- દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ
- ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ
- લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે ભારતમાં હજુ સુધી કોઈ જાનહાની કે નુકશાનીના સમાચાર નથી.
સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના કાલાફગનથી 90 કિમીના અંતરે રાત્રે 10:17 કલાકે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ખૂબ જ ડરી ગયા હતા.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ સિવાય ચમોલી, ઉત્તરકાશીની ગંગા વેલી, યમુના વેલી, મસૂરી,પંજાબના મોગા, ભટિંડા, માનસા, પઠાણકોટ, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, શામલી અને જયપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.
ભૂકંપ દરમિયાન શું કરવું, શું ન કરવું
ભૂકંપ દરમિયાન શક્ય તેટલું સુરક્ષિત રહો. ધ્યાનમાં રાખો કે કેટલાક ધરતીકંપ વાસ્તવમાં પૂર્વ આંચકા હોય છે અને થોડા સમય પછી મોટો ધરતીકંપ આવી શકે છે. તમારી હિલચાલને સંપૂર્ણપણે ઓછી કરો અને નજીકના સલામત સ્થળે પહોંચો. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહો અને તમને ખાતરી છે કે તે બહાર નીકળવું સલામત છે.