23 માર્ચે વિર ભગતસિંહની પુણ્યતિથિ, આજનો આ દિવસ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે
- 23 માર્ચ એટલે શહીદ દિવસ
- આજના દિવસે ભગતસિંહને ફાંસી અપાઈ હતી
ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુને ફાંસી આપવાનો મતલબ અંગ્રેજો બરોબર જાણતા હતા તેઓને ખબર હતી કે આ ત્રણેય યુવાનોને ફાંસી આપવામાં આવશે તો સમગ્ર દેશમાં દેશમાં જ્વાળ ફાટી નીકળશે અને સ્થિતિ કાબૂમાં નહીં રહે અને આ વીરો જો જીવતા રહેશે તો જેલમાં રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સતત કરતા રહેશે.
લોકોમાં દેશભક્તિનો ઉદ્દેશ્ય જગાડનારા ભગતસિંહે વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હતો,અને તે પછી તેઓ ત્યાથી ભાગ્યા નહોતા, જેના કારણે તેમને ફાંસી આપવામાં આવી, ત્યારથી ૨૩ માર્ચના આ દિવસે એટલે ૧૧ કલાક પહેલા જ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું . તેમને સાંજે ૭ કલાક અને ૩૩ મિનિટે ફાંસી આપવામાં આવી હતી.
ભગત સિંહ લાહોર સેંટલ જેલમાં કોઠરી નંબર 14માં બંધ હતા, જેની ફર્શ પણ કાચી હતી. તેના પર ઘાસ ઉગી હતી. કોઠરી એટલી નાની હતી કે તેમા ખૂબ જ મુશ્કેલીથી ભગત સિંહનુ શરીર આવી શકતુ હતુ. જો કે તેઓ જેલની જીંદગીના આદી થઈ ગયા હતા.