ગુજરાતઃ અત્યાર સુધી ઈ-વાહન ખરીદનારા 51 હજારથી વધારે લોકોને રૂ. 125 કરોડની સબસીડી અપાઈ
અમદાવાદઃ પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ ઈ-વાહનોના વપરાશને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં જુલાઇ 2021 બાદ ખરીદવામાં આવેલા લગભગ ઈ-વાહનોના 51 હજારથી વધારે વાહન માલિકોને સબસીડી આપવામાં આવી છે. રાજ્ય બે લાખ ઈ-વાહનો સુધી રાજ્ય સરકાર સબસીડી આપશે, તેમ રાજ્યના મંત્રી હર્ષ સંઘવે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલ સબસીડી ચૂકવામાં આવે છે. રાજ્યમાં ત્યાર સુધીમાં સવા સો કરોડથી વધારેની સબસીડી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં વાહન વ્યવહાર વિભાગની અંદાજે રૂ. 3055 કરોડની માંગણી પસાર થઈ હતી. આ માંગણીઓની રજુઆતમાં વાહન મંત્રી વર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મૂકી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મૂકી છે.
વાયુ પ્રદુષણને ઘટાડવા અને ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત 1 જુલાઈ 2021થી ઈ-વાહોનીની ખરીદી ઉપર સબસીડી ચુકવાનો નિર્ણય કરાયો હતો. ચાર વર્ષ સુધી ચાલનારી આ યોજનામાં લગભગ બે લાખ જેટલા ઈ-વાહનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે. અત્યાર સુધીમાં ઈ-વાહન ખરીદનારા લગભગ 51226 વ્યક્તિઓને રૂ. 125 કરોડથી વધારેની સબસીડી તેમના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર લોકો ઈ-વાહનો તરફ વળે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
(PHOTO-FILE)