1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંઘીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયો
ગાંઘીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયો

ગાંઘીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયો

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ વાદળછાંયુ બનતા તેમજ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. ખાનગી અને સરકારી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસથી પલ્ટો આવવાની સાથે કમોસમી વરસાદ પડતાં બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે. ગાંધીનગરમાં ધૂપછાવનું વાતાવરણ રહેવાની સાથે ભેજનું પ્રમાણ પણ વધી જતાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મેલેરિયા શાખા દ્વારા એક્શન મોડ આવી ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે. ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના વાતાવરણમાં પણ પલ્ટો આવતા ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાતા દિવસ દરમિયાન ધૂપ છાવ વાળું વાતાવરણ રહે છે. જેનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. કમોસમી માવઠાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એમાંય તંત્ર દ્વારા ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડાઓ માં પણ વરસાદી પાણીના ખાબોચિયાં ભરાઈ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. બેવડી ઋતુના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનીયા તેમજ તાવના દર્દીઓ વધવા લાગ્યા છે. એમાંય ભેજનું પ્રમાણ વધી જવાથી પણ મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશત સેવાઈ રહી છે. જેનાં પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા શાખા દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢી શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ શરૂ કરી મચ્છરજન્ય રોગોનાં દર્દીઓનો રેકોર્ડ એકઠો કરાઈ રહ્યો છે. જેનાં માટે અર્બન હેલ્થ સેન્ટર વાઈઝ દરેક વિસ્તારને આવરી લેવા માટેની સૂચનાઓ આપી દેવાઈ છે. તદુપરાંત ખાડા ખાબોચિયાંમાં ઓઈલ બોલ / ડાયફ્લૂબેન્ઝૂરોનનો છંટકાવ તેમજ ફોગીંગ ની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ગાંધીનગર મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા  લોકોને અપીલ કરવામાં આવી છે. કે,  પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવી. મોટા પાણીના ભરાવામાં બળેલુ ઓઈલ કે કેરોસીન નાંખવું જેથી મચ્છર ઉત્પત્તિ પર નિયંત્રણ લાવી શકાય. મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.ખાસ કરીને ડ્રાય ડે ઉજવો દર અઠવાડિયે એકવાર 10 કલાકે 10 મિનિટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીના પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code