1. Home
  2. ગુજરાતી
  3. આજે વિશ્વ ટીબી દિવસ,જાણો તેનો ઈતિહાસ,મહત્વ અને થીમ
આજે વિશ્વ ટીબી દિવસ,જાણો તેનો ઈતિહાસ,મહત્વ અને થીમ

આજે વિશ્વ ટીબી દિવસ,જાણો તેનો ઈતિહાસ,મહત્વ અને થીમ

0
Social Share

ભારતમાં દર વર્ષે લાખો ટીબીના દર્દીઓ સામે આવે છે. ટીબી એટલે કે ક્ષય એક ચેપી રોગ છે પરંતુ તેની સારવાર પણ શક્ય છે. જો કે, જો ટ્યુબરક્યુલોસિસ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો, પરિણામ ઘાતક હોઈ શકે છે. વિશ્વ ટીબી દિવસ દર વર્ષે 24 માર્ચે લોકોને ટીબીના ગંભીર રોગ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વિશ્વના કુલ ટીબીના ચોથા ભાગના દર્દીઓ ભારતમાં જોવા મળે છે.

ટીબી દિવસની કેવી રીતે થઈ શરૂઆત ?

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, ડો. રોબર્ટ કોચે 1882માં આ દિવસે એટલે કે 24 માર્ચે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસની શોધ કરી, જે ટીબી રોગનું કારણ બને છે. આ બેક્ટેરિયાની શોધને કારણે તેમને વર્ષ 1905માં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1982માં પ્રથમ વખત વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ટીબી દિવસ 2023 ની થીમ

આ વર્ષે વિશ્વ ટીબી દિવસની થીમ છે- “Yes! We can end TB!” એટલે કે આપણે ટીબીને જડમૂળથી ખતમ કરી શકીએ છીએ. આ થીમ પાછળનો હેતુ ટીબી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાને ઝડપથી અપનાવવાનો અને આ રોગને જડમૂળથી નાબૂદ કરવા લોકોમાં આશાનું કિરણ ઉભું કરવાનો છે.

ટીબીના કેટલા પ્રકાર

ટીબીને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીબી રોગના 4 પ્રકાર છે-

• લેટેન્ટ ટીબી
• એક્ટિવ ટીબી
• પલ્મોનરી ટીબી
• એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી

ટીબીની ઓળખ કેવી રીતે કરશો

• બે અઠવાડિયાથી વધુ સમય માટે ઉધરસ
• ઠંડી લાગવી
• તાવ
• ગળફામાં લોહી
• વજનમાં ઘટાડો
• રાત્રે પરસેવો
• ભૂખ ઓછી લાગવી

ટીબીનો ઈલાજ કેવી રીતે કરવો

ટીબીના દર્દીને 6 થી 9 મહિના સુધી ઘણી દવાઓ લેવી પડે છે. હાલમાં, ટીબીની સારવાર માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા 10 દવાઓને મંજૂરી આપવામાં આવી છે. આ દવાઓમાં Isoniazid INH, Rifampin RIF, Ethambutol EMB અને Pyrazinamide (PZA) નો સમાવેશ થાય છે.

ટીબીથી અન્ય રોગોનું જોખમ

ટીબી સાથે અન્ય રોગોનો ખતરો પણ વધી જાય છે. જેમાં લીવર અને કીડનીને લગતી સમસ્યાઓ ઉપરાંત હૃદયની બીમારી પણ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code