તમારા ખરાબ મૂડને સારો કરવામાં ભોજનનો મહત્વનો ભાગ, ચોકલેટ સહીતની આ વસ્તુઓ મૂડને સુધારે છે
- તમારા મૂડને સુધારે છે ફૂડ
- ચોકલેટ ખાવાથી મૂડ સારે રહે છે
ઘણી વખત આપણો મૂડ ખરાબ હોઈ છે ત્યારે આપણાને આપણ ીભાવતી વસ્તુઓ ખાવાનું મન થાય છે, ખાસ કરીને કોઈને આઈસ્ક્રિમ તો કાઈને ચોકલેટ વધુ ભાવે છે તો વળી કોી સ્પાઈસી વસ્તુ પાણીપુરી એવું ખાવાનું વિચારે છે ટૂંકમાં આપણા ખરાબ મૂડને સુધારવામાં આપણી પસંદગીનું ફૂડ સારુ કાર્ય કરે છે.
વ્યક્તિના ખરાબ મૂડ માટે ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે. મહિલાઓમાં કામના તણાવ, પારિવારિક તણાવ અથવા પીએમએસના કારણે મૂડ ઓફ થવાની સમસ્યા પણ રહે છે. તમારા ઉદાસીનું કારણ ગમે તે હોય, જો તમે તરત જ તમારો મૂડ સુધારવા માંગતા હો, તો અહીં જણાવેલી કોઈપણ સ્વાદિષ્ટ વસ્તુ ખાવી જોઈએ.
અખરોટઃ- અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ફેટી એસિડ આપણા મગજ અને ખાસ કરીને લાગણીઓને સંતુલિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.જો કોઈ કારણસર તમારો મૂડ ખરાબ હોય તો તમે ફક્ત બે થી ત્રણ અખરોટ તોડીને તેની દાળ કાઢીને ખાઓ. જો તમે તેને ધીમે-ધીમે ચાવીને ખાશો તો તમને તરત જ લાગશે કે તમારો તણાવ દૂર થઈ રહ્યો છે.
બ્રાઉન બ્રેડઃ- જ્યારે પણ મૂડ ખરાબ હોય ત્યારે તમે બ્રાઉન બ્રેડમાંથી બનેલી સેન્ડવીચ અથવા ટોસ્ટ ખાઈ શકો છો. તમે ઈચ્છો તો બ્રાઉન બ્રેડને તવા પર શેકીને પણ ખાઈ શકો છો. આ ખાવાથી શરીરની અંદર બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે અને મૂડ સુધરે છે.
ગ્રીન ટીઃ- જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ગ્રીન ટી પીવી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ગ્રીન ટીમાં એમિનો એસિડ હોય છે. તેઓ મગજની અંદર હોર્મોન્સનું સંતુલન સ્થાપિત કરીને એકાગ્રતા અને માનસિક શાંતિ વધારવાનું કામ કરે છે.
કોફીઃ- કોફી પીવાથી મૂડ સારો રહે છે. જો તમને માથામાં ભારેપણું, થાક અને ખરાબ મૂડની સમસ્યા છે, તો તમારે એક કપ કોફીનો સ્વાદ લેવો જોઈએ. તમને રાહત થશે.
ચોકલેટઃ- ચોકલેટ હંમેશાથી દરેકની પ્રિય રહી છે જ્યારે પણ ખરાબ ફિલ થાય અથવા મૂડ સારો ન હોય ત્યારે અડધી ચોકલેટ ખઆઈ લેવી તેનાથી મન પ્રફુલિત થાય છે અને મૂડ સારો બને છે.