દેશમાં કોરોનાનો સતાવતો ડર , છેલ્લા 24 કલાકમાં 1800થી વધુ નવા કેસ નોધાયા
- દેશમાં કોરોનાનો સતાવતો ભય
- છેલ્લા 24 કલાકમાં 1800થી વધુ નવા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છએ ત્યારે દેશમાં ઘીમી ગતિ એ પરંતુ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. દિવસેને દિવસે રોજેરોજ નોંધાતા નવા કેસનો આંકડો પહેલા 1 હજાર હતો ત્યાર બાદ હવે તે 1500ને પાર પહોચ્યા છે.સાથે જ હવે સક્રિય કેસો પણ સતત વધતા જઈ રહ્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયા દેશભરમાં કુલ 1 હજાર 890 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 149 દિવસમાં સૌથી વધુ કેસ છે. આ સાથે જ જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ આ દર્દીઓની સંખ્યા વધીને 9 હજાર 433 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારના આ આકંડાઓ છે જે ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં એક જ દિવસમાં 2,208 કેસ નોંધાયા હતા. મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે 24 કલાક દરમિયાન કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત થયા છે. તેમાંથી, 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે મૃત્યુ થયા હતા, જ્યારે કેરળમાં અગાઉના રેકોર્ડ સાથે મેળ ખાતા ત્રણ દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.