ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે,દરમિયાન આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયાં હતા. અમદાવાદમાં સૌથી વધારે 109 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં 186 દર્દીઓ સાજા થયાં હતા. રાજ્યમાં કોરોનાની વચ્ચે વાઈરલ કેસમાં વધારો થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે.
રાજ્યમાં કોરોનાએ માથુ ઉચક્યું હોય તેમ 24 કલાકમાં કોરોનાના નવા 316 જેટલા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 109, સુરતમાં 26, રાજકોટમાં 25, મોરબીમાં 23, અમરેલીમાં 19, વડોદરામાં 17,મહેસાણામાં 12, સાબરકાંઠામાં 12 , વડોદરા જિલ્લામાં 12,સુરત જિલ્લામાં 08, વલસાડમાં 08, કચ્છમાં 07,ભાવનગરમાં 05, ગાંધીનગરમાં 05, રાજકોટમાં 05, ભરૂચમાં 04, જામનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 02,આણંદમાં 02, ખેડામાં 02, નવસારીમાં 02, પાટણમાં 02, સુરેન્દ્રનગરમાં 02, બનાસકાંઠામાં 01, જામનગર જિલ્લામાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો હતા. રાજ્યમાં હાલ એક્ટિવ દર્દીઓનો આંકડો વધીને 1956 નજીક પહોંચ્યો છે. દરમિયાન 24 કલાકમાં 189 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના પોઝિટિવ કેસનો શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારે તેજ કરવામાં આવ્યું છે. બીજી તરફ રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાની વચ્ચે વાઈરલ કેસમાં વધારો થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ શંકાસ્પદ હાલતમાં કોરોનાના ટેસ્ટ કરવા માટે લોકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. વાઈરલ ઈન્ફેક્શનને કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો દવા લેવા આવતા હોવાથી લાબી લાઈનો જોવા મળે છે.
(Photo –