કર્ણાટક:રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે,અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન
- રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે
- સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી કરશે
- અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન
- કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આ અંગે આપી માહિતી
દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કર્ણાટકના કોલારમાં સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેવનહલ્લીથી પાર્ટીના ઉમેદવાર કે.એચ. મુનિયપ્પાએ મંગળવારે આ માહિતી આપી હતી.
અહીં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા મુનિયપ્પાએ ગાંધીની અયોગ્યતા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોર્ટનો આદેશ મળે તે પહેલા જ લોકસભા અધ્યક્ષે પૂર્વ પાર્ટી અધ્યક્ષને ગેરલાયક ઠેરવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, “ભાજપ રાજકીય કારણોસર આવું કરી રહી છે. નવા ન્યાયાધીશના માધ્યમથી તેમને ગાંધી વિરુદ્ધ આ નિર્ણય મળ્યો છે.તેમણે કહ્યું કે ગાંધી આ વિશે રેલી દરમિયાન બોલશે.
તેમણે કહ્યું કે તેમણે (ગાંધી) કોલારમાં 2019ના પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ ‘મોદી સમુદાય’ ટિપ્પણી કરી હતી. ગાંધીએ અગાઉ 20 માર્ચે બેલાગવીમાં પ્રચાર કર્યો હતો અને પક્ષનું ચોથું ચૂંટણી વચન જાહેર કર્યું હતું. ગાંધી પરિવારના વંશજ, રાહુલે ‘યુવા નિધિ’ યોજનાની જાહેરાત કરી હતી, જેમાં બેરોજગાર સ્નાતક યુવાનોને દર મહિને રૂ. 3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂ. 1,500ની ગેરંટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કર્ણાટકમાં થોડા દિવસો પહેલા જ 124 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે.