1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતઃ દસ મહિનામાં ગયા વર્ષની સરખામણીએ કૃષિ નિકાસમાં 6 ટકાનો વધારો
ભારતઃ દસ મહિનામાં ગયા વર્ષની સરખામણીએ કૃષિ નિકાસમાં 6 ટકાનો વધારો

ભારતઃ દસ મહિનામાં ગયા વર્ષની સરખામણીએ કૃષિ નિકાસમાં 6 ટકાનો વધારો

0
Social Share

નવી દિલ્હીઃ દેશના કૃષિ નિકાસમાં એપ્રિલ, 2022થી જાન્યુઆરી, 2023 દરમિયાન, અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં છ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કૃષિ નિકાસ 43 અબજ ડોલરથી વધુ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવતા ઉમેર્યું કે , કૃષિ નિકાસમાં વધારો ખેડૂતોની આવક પર હકારાત્મક અસર કરે છે.

ખેડૂતોને નિકાસનો લાભ મળે  તે સુનિશ્ચિત કરવા ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સહકારી સંસ્થાઓના નિકાસકારો સાથે સીધા સંપર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારે ફાર્મર કનેક્ટ પોર્ટલ શરૂ કર્યું છે. મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે અનેક પગલાં લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સરકારે ઘરેલુ જરુરિયાતને ધ્યાનમાં લઈને ખેત પેદાશોના નિકાસને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના અનેક દેશો હાલના સમયમાં ફુડ સંકટનો સામનો કરી રહ્યાં છે. દુનિયાના અનેક દેશોમાં ઘઉઁ અને ચોખા સહિતની ખાદ્યવસ્તુઓની ભારે અછત છે.

દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ રહેશે. FCIના અધ્યક્ષ અશોક મીણાએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી. કમોસમી વરસાદ બાદ પણ આ વર્ષે ઘઉંના કુલ ઉત્પાદનનો રેકોર્ડ 112 મિલિયન ટન રહેશે. કૃષિ મંત્રાલયના આકલન અનુસાર સરકારે વર્ષ 2023-24 માટે ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 112.18 મિલિયન ટન રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

અશોક મીણા જણાવે છે કે, સરકારે ઘઉંની ખરીદી શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશમાં લગભગ 10,727 ટન ઘઉંની ખરીદી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરવામાં આવી છે. ભારતીય ખાદ્ય નિગમે વર્ષ 2023-24માં પંજાબ પાસેથી 13.2 મિલિયન ટન, હરિયાણા પાસેથી 7.5 મિલિયન ટન અને મધ્યપ્રદેશ પાસેથી 8 મિલિયન ટન ઘઉં ખરીદવાનો લક્ષ્ય રાખ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code