ઓખા- નાહરલાગુન (અરૂણાચલપ્રદેશ) વચ્ચે સાપ્તાહિક સમર ટ્રેન દોડશે, કાલથી બુકિંગ કરી શકાશે
રાજકોટઃ પશ્ચિમ રેલવેએ ઉનાળું વેકેશનના રેલ ટ્રાફિકને પહોચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 4થી એપ્રિલથી દોડાવાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09525 માટેનું બુકિંગ 1 એપ્રિલ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, વગેરેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ) વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જેમાં ટ્રેન નંબર 09525 ઓખા – નહરલાગુન સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 22.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલાગુન પહોંચશે. આ ટ્રેન 4 એપ્રિલ, 2023 થી 27 જૂન, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશિયલ દર શનિવારે નાહરલાગુન થી 10.00 કલાકે ઉપડશે અને મંગળવારે 03.35 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 8મી એપ્રિલ, 2023થી 1લી જુલાઈ, 2023 સુધી ચાલશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા રાજગઢ, રૂઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બરસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર , બરપેટા રોડ, રંગિયા, ઉદલગુરી, ન્યુ મિસામારી, રંગાપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09525 માટેનું બુકિંગ 1 એપ્રિલ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.