1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર
કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને કારણે સાત દર્દીના મોત નીપજ્યાં છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત જેટલા 9 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2285 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 35 કેસ, વડોદરામાં 34 કેસ મોરબીમાં 29 કેસ, મહેસાણામાં 27 કેસ નોંધાયા છે. રાજકોટમાં 19 કેસ, ભરૂચમાં 14 બનાસકાંઠામાં 14 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. આણંદમાં 7 કેસ, ભાવનગરમાં 6, બોટાદમાં 1 ગાંધીનગરમાં 8 કેસ, જામનગરમાં 5 ખેડામાં 2 કેસ, કચ્છમાં 8 કેસ કોરોનાના નોંધાયા છે. નર્મદા, નવસારી, પંચમહાલમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો છે. પાટણમાં 5 કેસ તેમજ પોરબંદરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે જ્યારે સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં કોરોનાના 6-6 કેસ સામે આવ્યાં છે. વલસાડમાં કોરોનાના 5 કેસ નોંધાયા. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોના પીડિત વૃદ્ધાનું મોત થતા મનપા તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઉપરાંત પીડિતના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકારે ડરવાને બદલે સાવચેત રહેવા માટે તાકીદ કરી છે.

દરમિયાન સુરતમાં ચાલુ વર્ષે કોરોનાથી બે વ્યક્તિઓના મોત થયાં છે. આ પહેલા 10 માર્ચના રોજ સુરતના કાપોદ્રાની 60 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. 2023નું કોરોનાથી થયેલું આ પ્રથમ મોત હતુ. સુરતના વરાછા ઝોન એમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી મોત થયુ હતુ. ત્યારે હવે સુરતમાં ફરી એક વૃદ્ધનું કોરોનાથી મોત થયુ હતુ.

કોરોનાને લઇને ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાથી હવે કોઈએ ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાની ઘાતકતા ઘટી છે. લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જોઈએ, ડરવાની જરૂર નથી. સાથે જ સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાની આરોગ્ય મંત્રીએ વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં જરુરી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code