- પાપુઆ ન્યુ ગિનીમાં 7.2 ની તીવ્રતા નો ભૂકંપ
- તિબ્બતમાં પણ ભૂકંપના આચંકાઓ
દિલ્હી- વિશ્વભરના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે ફરી એક વખત પાપુઆ ન્યુ ગિનીના મોરેસબી અને તિબેટના શિજાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ અગાઉ અહી અનેક વખત ઘરતીકંપ આવવાની ઘટના બની ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શિજાંગમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ શિજાંગમાં વિતેલી રાત્રે 1.12 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલો મીટરની ઉંડાઈએ હતું. જો આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ સહીત બીજી તરફ પાપુઆ ન્યુ ગિનીના મોરેસબીમાં ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમય અનુસાર 11 વાગ્યે અને 34 મિનિટે અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 7.2 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 80 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
આ ભૂકંપથી નુકસાન થવાની સંભાવના છે, જો કે આ વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો છે. સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું હતું કે આ વિસ્તારને લિક્વિફેક્શન તરીકે ઓળખવામાં આવે છે, તે નોંધપાત્ર ઘટાડો અને જમીનની આડી સ્લાઇડિંગનું કારણ બની શકે છે અને પરિણામે મોટું નુકસાન થઈ શકે છે.આ સહીત આ ભૂકંપથી ઇન્ડોનેશિયાની સરહદથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં ન્યૂ ગિની ટાપુ પરનો વિસ્તાર પણ ઘ્રુજી ગયો હતો.