- યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા
- 2.8ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાની નહીં
લખનઉ : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી ઊંડે હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 4.33 વાગ્યે બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર બિજનૌરમાં જ 10 કિમી ઊંડે હતું.આ ભૂકંપમાં જાનહાનિ કે નુકસાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
આ પહેલા રવિવારે સવારે 11 વાગ્યે મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે પચમઢીથી 218 કિલોમીટર દૂર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
આ પહેલા શુક્રવારે મોડી રાત્રે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. એનસીએસના જણાવ્યા અનુસાર, શુક્રવારે પોર્ટ બ્લેરમાં રાત્રે લગભગ 11:56 વાગ્યે ધરતી ધ્રૂજી ઉઠી હતી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.