ઉત્તરાખંડના સીએમ ધામી એ PM મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
- સીએમ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
- દિલ્હી ખઆતે 2 કલાક ચાલી આ બેઠક
- અનેક મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચાઓ
દિલ્હીઃ- ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ઘામીએ આજરોજ સોમવારે પીએમ મોદી સાથએેદિલ્હી ખાતે મુકાત કરી હતી આ મુલસાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હોવાનું કહેવાઈ રહ્યું છે આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પીએમ સાથે આ સૌજન્ય મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ માટે જમરાણી ડેમ પ્રોજેક્ટની મંજૂરી સહિત વિવિધ બાહ્ય સહાયિત પ્રોજેક્ટ્સ અને મૂડી પ્રોજેક્ટ માટે ભારત સરકારના વ્યાપક સમર્થન બદલ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ સહીત મુખ્યમંત્રીએ ત્રણ મહત્વપૂર્ણ G20 બેઠકોની જવાબદારી આપવા બદલ રાજ્યનો આભાર માનતા કહ્યું કે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યકારી જૂથની બેઠકનું રામનગરમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સીએમ ધામીએ વડાપ્રધાનને લોહાઘાટ ખાતે ચાર ધામ યાત્રા, આદિ કૈલાશ અને માયાવતી આશ્રમ માટે આમંત્રણ આપ્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સીએમ ધામી દિલ્હીના બે દિવસના પ્રવાસે હશે, એમ મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી હતી. આ સહીત મુખ્યમંત્રી બપોરે 2 વાગે રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવ અને સાંજે 5 વાગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ મળવાની યોજના ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે સીએમ ધામીે આ પહેલા , 31 માર્ચે, વડા પ્રધાન મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માનતા કહ્યું હતું કે ઉત્તરાખંડને કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ. 23.28 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા અને વધુ રૂ. 34.66 કરોડ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નાણાકીય પ્રોત્સાહન તરીકે બહાર પાડવામાં આવ્યા હતા.