રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નવા 231 પોઝિટિવ કેસ નોંધાયાં
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. જો કે, આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે નવા 231 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 66 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ રાજ્યમાં 2214 જેટલા એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આજે 374 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
દરમિયાન ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
રાજ્યમાં આજે કોરોનાના 231 જેટલા કેસ નોંધાયાં હતા. અમદાવાદમાં 66, વડોદરામાં 27, રાજકોટમાં 19, અમરેલીમાં 5 આણંદમાં 5, ગાંધીનગરમાં 5, સુરત જિલ્લામાં 5, કચ્છમાં 4, રાજકોટ જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, અમદાવાદમાં 2, પોરબંદરમાં 2, વડોદરા જિલ્લામાં 2, સુરતમાં 22, સાબરકાંઠામાં 14, ભરુચમાં 13, મોરબીમાં 11, ગાંધીનગરમાં 7, વલસાડમાં 6, મહેસાણામાં 1 અને નવસારીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
રાજ્યમાં કોરોનાના કેસને લઈને સરકારે પ્રજાને ભયભીત થવાને બદલે સજાગ રહેતા તાકીદ કરી છે. તેમજ ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે હોસ્પિટલોમાં પણ યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.