1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-આબુ હાઇવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત
પાલનપુર-આબુ હાઇવે પર  ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

પાલનપુર-આબુ હાઇવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રાષટ્રીય ધારી માર્ગ પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર-આબુ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડા આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર-આબુ હાઇવે પર એક ટ્રકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે.અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આજે મુકેશ ધ્રાંગી નામનો એક બાઈક સવાર અમીરગઢ તરફથી ઈકબાલગઢ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક હાઇવે પર બાઈક સવારને પાછળથી ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર રોડ પર પટકાયો હતો અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. બાઈક સવારને ટક્કર મારી ટ્રક ચાલક ટ્રક લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવી અમીરગઢ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આવી યુવકના મૃતદેહનો કબ્જો લઈ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અમીરગઢ તાલુકાના સોનવાડી ગામનો મુકેશભાઈ ધ્રાંગી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code