દેશમાં ઝડપથી વધતા કોરોનાના કેસો – છેલ્લા 24 કલામાં 5 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા
- કોરોરોના નવા કેસ 5 હજારને પાર નોંધાયા
- સક્રિય કેસોની સંખ્યા પણ વધી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત ગતિ વધારી છs ખૂબ જ ઝડપથી નવા નોઁધાતા કેસનો આકંડો વધી રહ્યો છે જે છેલ્લા 6 મહિનાથઈ સૌથી વધુ કેસ સહી શકાય છે. ત્યારે હવે 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ 5 હજારને પાર પહોંચ્યા છે આ સહીત સક્રિય કેસો પણ વધી રહ્યા છે.વધતા જતા કેસોએ સરકારની ચિંતા વધારી છે.
છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા કેસોમાં 20 ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 24 કલાકમાં દિવસમાં 5 હજાર 335 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધી છે. જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દર ની વાત કરીએ તો 3.32 ટકા જોવા મળે છે અને સાપ્તાહિક સકારાત્મકતા દર 2.89 ટકા નોંધાયો છે.
દેશમાં સકારાત્મકતા દર હાલમાં 0.06 ટકા જોવા મળે છે. તે જ સમયે, રિકવરી રેટ હાલમાં 98.75 ટકા નોંધાઓ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપીને કુલ 2 હજાર 826 લોકો સ્વસ્થ થયા છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 163 દિવસ બાદ એક દિવસમાં પાચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે વિતેલા દિવસને બુધવારે દેશમાં 4 હજાર 435 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ સાથે સક્રિય કેસોની સંખ્યા 23,091 પર પહોંચી ગઈ છે.