પીએમ મોદીની ચેન્નઈની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન દ્રારા રખાશે ચાપતી નજર
- પીએમ મોદીની ચેન્નઈની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
- તમામ સ્થળો પર ડ્રોન કેમેરાથી નજર રખાશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ શનિવારે ચેન્નાઈના પ્રવાસે છે તેમના આગમનની લઈને અનેક તૈયારીઓ બરાબર કરવામાં આવી રહી છે તેમની સુરક્ષાનું પુરતુ ઘ્યાન અપાયપું છે,અહીની આ મુિલાકાત દરમિયાન પીએમ મોદી રૂ. 2437 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.,
આ સાથે જ પીએમ મોદી અન્ય ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમની મુલાકાત માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે,પીએમ મોદી 8 અને 9 એપ્રિલે ચેન્નાઈની મુલાકાતે છે. આવી સ્થિતિમાં ગ્રેટર ચેન્નાઈ પોલીસે શહેરમાં સુરક્ષા વધારી દીધી છે અને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસે પણ જવાના છે.આજરોજ શનિવારથી શરૂ થનારા પ્રવાસ માટે વિતેલા દિવસને શુક્રવાર રાતથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા માટે લગભગ 22 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વધારવાની સાથે ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
પીએમ મોદીના આગમન પહેલા ઘણી જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ચેન્નાઈ એરપોર્ટ, ડૉ. એમજીઆર, સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન, વિવેકાનંદ ઈલામ, ગિન્ડીમાં રાજભવન, નેપિયર બ્રિજ પાસે આઈએનએસ અદ્યારનો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈ એરપોર્ટથી રાજભવન તરફ જતા બાકીના માર્ગોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
જાણકારી અનુસાર પીએમ મોદી સૌથી પહેલા ચેન્નાઈ એરપોર્ટ પર ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ પછી, તેઓ MGR સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ આઇસ હાઉસ પાસે વિવેકાનંદ ઇલામમાં પણ ફેસ્ટિવલમાં હાજરી આપશે. આ પછી, તે પલ્લવરમના અલ્સ્ટોમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનું ઉદ્ઘાટન પણ કરશે.