નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ, વર્લ્ડ બેંક ગ્રુપ તથા IMF ની બેઠકોમાં ભાગ લેવા માટે યુએસની મુલાકાત કરશે
- નાણામંત્રી અમેરિકાની લેશે મુલાકાત
- અહીં તેઓ મહત્વની બેઠકોનો બનશે ભાગ
દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જી 20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક ગ્રુપ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જશે.વિતેલા દિવસને શનિવારના રોજ નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન ભારતના G20 પ્રેસિડેન્સી અને G20 સંબંધિત કાર્યક્રમોના ભાગ રૂપે સભ્ય દેશોની બીજી G20 નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો બેઠકનું આયોજન કરશે.
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 18 એપ્રિલ 2022 થી યુએસની સત્તાવાર મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંક, G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની મીટિંગ (FMCBG) ની વસંત મીટિંગમાં ભાગ લેશે.
નાણાપ્રધાન ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં સામેલ થશે. નાણાપ્રધાન ભારત સરકાર માટે અગ્રતા ક્ષેત્રો જેમ કે સેમિકન્ડક્ટર, ઉર્જા વગેરેના સીઈઓ સાથે વન-ટુ-વન મીટિંગ કરશે. આ સહીત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસને પણ મળશે. મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણ IMFના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આયોજિત ‘મની એટ અ ક્રોસરોડ્સ’ પર ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચામાં ભાગ લેશે.
વિશ્વ બેંક, IMF, G-20 અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ સાથેની સત્તાવાર બેઠકો ઉપરાંત, નાણામંત્રી વોશિંગ્ટન ડીસી સ્થિત અગ્રણી થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલ સાથેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.