- પીએમ મોદીએ વાધના આંકડાઓ જાહેર કર્યા
- દેશમાં હવે વાઘની સંખ્યા વઘીને 3 હજારને પાર પહોંચી
દિલ્હી: પીએમ મોદી આજે કર્ણટાકની મુલાકાતે છે તેમણે ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. આ સાથે જ પીએમ મોદીએ રવિવારે દેશમાં વાઘની વર્તમાન વસ્તીના આંકડા જાહેર કર્યા. તેમણે કહ્યું કે વર્ષ 2022 સુધીમાં ભારતમાં વાઘની વસ્તી 3,167 નોંધાઈ છે.
પ્રોજેક્ટની શરૂઆતમાં 9 વાઘ અનામતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે 50 વર્ષ પછી તે 53 વાઘ અનામતમાં ફેલાયેલું છે, જે 75,000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આટલા મોટા વિસ્તારમાં વાઘની ગણતરી કરવી સરળ કામ નથી.
પીએમ મોદીએ કર્ણાટકના મૈસુરમાં ‘ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ની શરૂઆત કરી. આ દરમિયાન, કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતે માત્ર વાઘને જ બચાવ્યા નથી, પરંતુ તેમની વસ્તી વધારવા માટે અનુકૂળ પર્યાવરણ પણ બનાવ્યું છે.
આ સહીત પીએમ મોદીએ હ્યું કે ‘ ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ સંસ્કૃતિનો એક ભાગ છે. પ્રોજેક્ટ ટાઇગર’ની સફળતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની વાત છે. અમે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચેના સંઘર્ષમાં માનતા નથી; અમે તેમના સહઅસ્તિત્વની કદર કરીએ છીએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાને ચિહ્નિત કરવા મૈસુરમાં એક મેગા ઇવેન્ટમાં વાઘના નવીનતમ આંકડા જાહેર કર્યા. નવા આંકડાઓ અનુસાર દેશમાં વાઘની વસ્તી 3000ને વટાવી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં વાઘની સંખ્યા 3167 છે. પરંતુ શું તમે જાણો છો કે વાઘની ગણતરી કેવી રીતે થાય છે.ઉલ્લેખીનીય છે કે ભારતે 5 દાયકા પહેલા 1 એપ્રિલ 1973ના રોજ વાઘને બચાવવા માટેનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું હતું. નામ આપવામાં આવ્યું હતું – પ્રોજેક્ટ ટાઇગર. ત્યારથી દેશમાં વાઘની વસ્તી સતત વધી રહી છે અને આજે વિશ્વમાં 70 ટકા વાઘ ભારતમાં રહે છે. દર વર્ષે આ વસ્તી 6 ટકાના દરે વધી રહી છે.