ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ – હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે
- ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ
- હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે
દહેરાદૂન – દેશભરમાં ઘાર્મિક સ્થળો પર યાત્રા કરતા લોકો માટે કેન્દ્રની સરકાર સતત સુવિધાઓ વિકસાવી રહી છે જેથી કરીને યાત્રીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સ,ામનો ન કરવો પડે ત્યારે હવે ચારધામની યાત્રા કરતા યાત્રીઓની મેડિકલ સેવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓને સમયસર દવાઓ મળી શકશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વખતે ચારધામ યાત્રા દરમિયાન મુસાફરોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ચારધામ યાત્રામાં ઈમરજન્સી દરમિયાન ભક્તોને ડ્રોન દ્વારા દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ.ધન સિંહ રાવતને મળ્યા બાદ આ વાત કહી.થોડા સમયમાં દેશભરમાંથી ચામ ધામ યાત્રા શરૂ કરી રહેલા યાત્રિકો માટે એક મજબૂત આરોગ્ય સહાય અને કટોકટી વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જઈ રહી છે. તે ત્રણ-સ્તરીય માળખું હશે જે સુનિશ્ચિત કરશે કે યાત્રાળુઓને તેમની મુસાફરી દરમિયાન તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ.ધન સિંહ રાવત સાથે મુલાકાત કર્યા બાદ આ વાત કહી. બેઠક દરમિયાન, શ્રી રાવતે કેન્દ્ર સરકારને દર વર્ષે ચાર ધામની મુલાકાત લેતા લાખો શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય અને કટોકટીની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી
રાવતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી માંડવિયાને મુશ્કેલ મુસાફરીના માર્ગને કારણે યાત્રાળુઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સ્વાસ્થ્ય પડકારો અને છેલ્લા કેટલાક મહિનામાં સ્ટ્રોક વગેરે જેવી આરોગ્ય સંબંધિત કટોકટીના કારણે યાત્રાળુઓના મૃત્યુ વિશે માહિતી આપી હતી.