1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. મહારાષ્ટ્રઃ કેટલાક વાહન ચાલકોને આગવી સ્ટાઈલમાં લખાવે છે નંબર, જોઈનો ચોંકી જશો…
મહારાષ્ટ્રઃ  કેટલાક વાહન ચાલકોને આગવી સ્ટાઈલમાં લખાવે છે નંબર, જોઈનો ચોંકી જશો…

મહારાષ્ટ્રઃ કેટલાક વાહન ચાલકોને આગવી સ્ટાઈલમાં લખાવે છે નંબર, જોઈનો ચોંકી જશો…

0
Social Share

મુંબઈઃ અનેક વાહનોની નંબર પ્લેટ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ નંબર પ્લેટો પર નંબરોથી બનેલા કેટલાક રસપ્રદ અક્ષરો લખેલા છે. નંબરો એવા ફોર્મેટમાં લખવામાં આવે છે કે તેનો અર્થ બદલાય જાય છે. કેટલીક નંબર પ્લેટ પર નંબર સાથે રામ લખેલું છે. તો કોઈએ બાબા લખ્યું છે. આ ઉપરાંત અલગ-અલગ રીતે વાહન માલિકો નંબર પ્લેટ ઉપર નંબર લખાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં એક કારનો નંબર 9214 છે. આ નંબરોને હિન્દી શૈલીમાં લખીને આ નંબરને રામ કરવામાં આવ્યો છે. આ વાહન મહારાષ્ટ્રનું છે. આવી જ રીતે મહારાષ્ટ્રના અન્ય એક ફોર વ્હીલરનો રજીસ્ટ્રેશન નંબર 1255 છે. જો કે, આ નંબર પર સર્જનાત્મકતા દર્શાવતા, તેને આરએસએસમાં બદલી દેવામાં આવ્યો છે. સ્ટાઇલિશ અંગ્રેજી અક્ષરોમાં આ સંખ્યાઓ સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક મોટરસાઈકલનો નંબર 274 છે. પરંતુ આ નંબરને એવી રીતે લખવામાં આવ્યો છે કે વાંચતા રામ વંચાય છે. મહારાષ્ટ્રના બે બાઈકર્સે તેમની બાઇકનો નંબર બદલીને શરદ પવાર કર્યો હતો. હા, નંબર પ્લેટ પર 2125 બદલીને શરદ અને 4912 બદલીને પવાર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, માલિકો પોતાના નવા વાહનનો પસંદનો નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ અચકાતા નથી. 1, 9, 007 સહિતના પસંદગી નંબર માટે વાહન માલિકો વાહન કરતા પણ વધારે કિંમત ચુકવે છે. આમ દર વર્ષે આરટીઓને પણ પસંદગીના નંબરથી કરોડોની આવક થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code