ઝાંસીના પરીછા બંધ નજીક એન્કાઉન્ટમાં અસદ અહેમદ અને ગુલામ ઠાર મરાયાઃ ADG પ્રશાંત કુમાર
લખનૌઃ ઉત્તરપ્રદેશના એડીજી (કાનૂન વ્યવસ્થા) પ્રશાંત કુમારએ જણાવ્યું હતું કે, 24મી ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ગોળીબાર કરવાની સાથે બોમ્બ ફેંક્યાં હતા. આ ઘટનામાં સાક્ષીની સુરક્ષામાં તૈનાત બે પોલીસ કર્મચારી સારવાર દરમિયાન શહીદ થયાં હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં સ્થાનિક પાંચ આરોપીઓના નામ જાહેર થયાં હતા. અસદ, ગુડ્ડુ, સાદિક સહિતના આરોપી સામેલ હતા. પોલીસ આરોપીઓને ઘણા દિવસોથી શોધતી હતી. સારબમતી જેલમાંથી માસ્ટર માઈન્ડને પ્રયાગરાજ લવાયાં હતા. કેસના માસ્ટ માઈન્ડ અતિક અને અશરફને છોડાવવા માટે પોલીસના કાફલા ઉપર હુમલો કરવામાં આવે તેવી સુચના હતી. જેથી પોલીસ વધારે એલર્ટ બની ગઈ હતી. ઝાંસીના પરીછા બાંધ પાસે આ એન્કાઉન્ટ થયું હતું.
આજે બપોરના 12.30થી 1 કલાક વચ્ચે સુચનાને આધારે કેટલાક લોકોનો પીછો કર્યો હતો. જેમાં તેમણે પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અસદ અતિક અહેમદ અને ગુલામનું મોત થયું છે. આ ઓપરેશન એસટીએફએ પાર પાડ્યું છે. આરોપીઓ પાસેથી આધુનિક હથિયાર મળી આવ્યાં છે. આગામી દિવસોમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યાવાહી કરશે. પોલીસે વર્ષ 2017થી અત્યાર સુધીમાં 183 જેટલા ગુનેગારોને એન્કાઉન્ટમાં ઠાર મરાયાં છે. જ્યારે 13 પોલીસ કર્મચારી શહીદ થયાં છે.
અતિક અહેમદની અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશની પોલીસની ટીમે કસ્ટડી મેળવી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તરપ્રદેશ લઈ જવાયો હતો. દરમિયાન માર્ગમાં પોલીસ ઉપર હુમલો કરીને અતિકને મુક્ત કરવાનો પ્રયાસ કરાય તેવી પોલીસને ઈનપુટ મળી હતી. જેથી ઉત્તરપ્રદેશમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.