1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી
ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી

ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી

0
Social Share

અમદાવાદ, 13 એપ્રિલ 2023:  ઉનાળુ વેકેશન નજીક છે તેવામાં આકરી ગરમીથી બચવા પ્રવાસનનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. વળી અમદાવાદ એરપોર્ટથી હરવાફરવાના સ્થાનોની એર કનેક્ટીવીટી સુગમ થતા સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય સર્જાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને મનપસંદ સ્થળોની મુસાફરી સુગમ બને અને તેમાં અવનવા સ્થળો ઉમેરાય તે માટે એરલાઈન્સની મદદથી પ્રયાસરત છે. દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડના પર્વતીય સ્થળોને ખુંદવા ઇચ્છતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઇટથી મુસાફરી કરી શકે છે.

આ વેકેશનમાં જમ્મુની ડાયરેક્ટ ફ્લાઇટથી યાત્રાધામ વૈશ્નૌદેવી જવાનું સાવ સરળ બન્યું છે. વળી હિમાચલ પ્રદેશ કે કાશ્મીરમાં પણ રજાઓ માણવાનો પ્લાન કરી શકાય છે. ડેલહાઉસી, ધર્મશાલા અને હિમાચલ પ્રદેશના અન્ય સ્થળોના પ્રવાસ માટે જમ્મુ શ્રેષ્ઠ સ્થળ છે. હિમાચલ પ્રદેશનો પ્રવાસ માણવા માટે અમૃતસર અને ચંદીગઢની ફ્લાઇટ્સ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઉપલબ્ધ છે. તો ડેલહાઉસી, ધર્મશાળા, સોલંગ, મનાલી અને શિમલા જેવા સ્થળો ધરાવતું હિમાચલ પ્રવાસન માટે લોકપ્રિય છે. એડવેન્ચર પ્રેમીઓ અમૃતસર, જમ્મુ અથવા ચંદીગઢની ઉડાન ભર્યા બાદ મનાલી કે જમ્મુ થઈને શ્રીનગર અથવા લેહ સુધી ડ્રાઇવિંગ અથવા બાઇક રાઇડ કરવાનું પસંદ કરે છે. જો કે જૂનથી શ્રીનગરની સીધી ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. હાલ તે વાયા ચંદીગઢ ‘ધરતીના સ્વર્ગ’ શ્રીનગર સાથે પણ જોડાયેલું છે.

વન્યજીવન ઉત્સાહીઓ જયપુરથી સીધા જ પંતનગર જઈ જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં સમય ગાળી શકે છે. પંતનગર, નૈનીતાલ અને ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોની કનેક્ટીવીટી ઉત્તમ છે. પૂર્વીય ભારતના મનપસંદ પર્વતીય સ્થળો પણ અમદાવાદ સાથે સારી રીતે જોડાયેલા છે. દાર્જિલિંગ, ગંગટોક કે કાલિમપોંગ માટે બાગડોગરા સીધી ફ્લાઇટથી જઈ શકાય છે. દિલ્હી વાયા ડિબ્રુગઢની ચાર સાપ્તાહિક ફ્લાઈટ્સ અને દિલ્હી વાયા ગુવાહાટીની દૈનિક ફ્લાઈટ સેવન સિસ્ટર રાજ્યોના પ્રવેશદ્વાર આસામ સાથે કનેક્ટેડ છે.

દક્ષિણ ભારતના વન્યજીવન અને હિલ સ્ટેશનો પણ અમદાવાદ સાથે સારી રીતે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, કોઇમ્બતુરથી “ક્વીન ઓફ હિલ સ્ટેશન્સ” ઉટી (7 સાપ્તાહિક ફ્લાઇટ્સ વાયા ચેન્નાઇ અને હૈદરાબાદ);પહોંચી શકાય છે. અન્ય વિકલ્પોમાં બાંદીપુર નેશનલ પાર્કનો સમાવેશ થાય છે, જેમાં 800 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 120 થી વધુ વાઘ અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચેન્નાઈથી વેદાંથંગલ પક્ષી અભયારણ્યને માણવાનો લાભ પણ લઈ શકાય છે.

ટૂંકી સફરમાં તમે પૂણે જઈને લોનાવાલા અને ખંડાલાના પ્રવાસનો પ્લાન બનાવી શકો છો. બામ્બુ વિલેજ તરીકે ઓળખાતું બેલગામ દૈનિક ફ્લાઇટ સાથે સારી રીતે જોડાયેલું છે. અમદાવાદથી નાગપુર જવા માટે ઉડાન ભરીને ભારતના મુખ્ય ટાઈગર રિઝર્વમાંનું એક પેંચ નેશનલ પાર્ક અને મહારાષ્ટ્રના સૌથી જૂનાં અને સૌથી મોટાં રાષ્ટ્રીય ઉદ્યાન તાડોબા ટાઈગર રિઝર્વની મુલાકાત લઈ શકો છો.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ શહેરની એર કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં SVPIA દરરોજ 240 થી વધુ ફ્લાઈટ્સ અને સરેરાશ દૈનિક ધોરણે 31000 થી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. SVPI એરપોર્ટથી કનેક્ટિવિટી મજબૂત કરવા ઉનાળું સમયપત્રકમાં અમદાવાદને 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code