ઈન્ડોનેશિયાના તુબનમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 નોંધાઈ
- ઈન્ડોનેશિયામાં ભૂંકપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 માપવામાં આવી
દિલ્હીઃ- વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છએ ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ઘરજી ઘ્રુજી ઉઠે છએ ત્યારે આજે ફરી ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
જાણકારી પ્રમાણે આજરોજ શુક્રવારે ઇન્ડોનેશિયાના તુબનથી 96 કિમી ઉત્તરમાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. ભૂકંપ લગભગ બપોરે 3 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જે ઇસ્ટ જાવાનીઝ આઇલેન્ડ ઇન્ડોનેશિયાની નજીક સ્થિત છે. અત્યાર સુધી અધિકારીઓ દ્વારા સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથીઆ સાથે જ અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીની જાણકારી પ્રમાણે 09:55:45 જીએમટી પર આ પ્રદેશમાં આવેલા ભૂંકંપનનું કેન્દ્ર શરૂઆતમાં 6.0255 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 112.0332 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંઘાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇન્ડોનેશિયામાં આગલા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં તનિમ્બર દ્વીપમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી.