અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા
- અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર
- 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ
શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે.
વધુ વિગત પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં સ્થિત અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને જે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.આ અંગેની જાણકારી વિતેલા દિવસના રોજ આપવામાં આવી છે.ક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરવા દર વર્ષે આ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં રાજભવન યોજાયેલી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની 44મી બેઠકમાં યાત્રાના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તીર્થયાત્રાના સમયપત્રકની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ કહ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને અવિરત તીર્થયાત્રા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આ યાત્રા દરમિયાન આવાસ, વીજળી, પાણી, સુરક્ષા અને યાત્રાના સરળ અને અવિરત સંચાલન માટે તમામ સંબંધિત વિભાગો કાર્યમાં જોતરાયેલા છે,આ યાત્રા અનંતનાગ જિલ્લાના પહેલગામ રૂટ અને ગાંદરબલ જિલ્લામાં બાલટાલ રૂટ બંનેથી એક સાથે શરૂ થશે.
યોજાયેલ બેઠકમાં પીએમ મોદીના કાર્યની સરહાના કરી હતી કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અગવડતામુક્ત યાત્રા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વહીવટીતંત્ર તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડશે.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ ભક્તો માટે સવાર અને સાંજની પ્રાર્થનાનું જીવંત પ્રસારણ પણ કરશે. તીર્થયાત્રા, મુસાફરીના રૂટ પર હવામાનની ત્વરિત માહિતી અને ઘણી સેવાઓ ઓનલાઈન મેળવવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.