OMG! 17 હજારની એક સેન્ડવીચ? બે દિવસ અગાઉ આપવો પડે છે ઓર્ડર
તમે ખાવા-પીવાની સૌથી મોંઘી વસ્તુઓ વિશે તો સાંભળ્યું જ હશે. કેટલીકવાર વાનગીની વધુ પડતી કિંમતને કારણે ભૂખ મરી જાય છે. નવીનતમ સમાચાર સેન્ડવીચ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે તે 50-100 અથવા 150 સુધી ઉપલબ્ધ છે. પરંતુ, ન્યૂયોર્કના એક રેસ્ટોરન્ટ Serendipity 3 ને તેના મેનુમાં થોડા સમય માટે એક ખાસ સેન્ડવિચ એડ કરી છે. આ ક્વિન્ટેસેન્શિયલ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ છે, જેની કિંમત $214 એટલે કે લગભગ રૂ. 17,500 છે.
તેની ખાસ સામગ્રી અને ભારે કિંમતના કારણે આ સેન્ડવીચનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ સેન્ડવીચ બનાવતી સેરેન્ડીપીટી 3 રેસ્ટોરન્ટના નામ, સૌથી મોંઘી ડેઝર્ટ, સૌથી મોંઘી હેમબર્ગર, સૌથી મોંઘી હોટ ડોગ અને સૌથી મોટી વેડિંગ કેક પણ નોંધાયેલ છે.
Dom Pérignon Champagneમાંથી બનેલી ફ્રેન્ચ પુલમેન શેમ્પેન બ્રેડનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં એક ખાસ પ્રકારનું સફેદ ટ્રફલ બટર ઉમેરવામાં આવ્યું છે. આમાં ખૂબ જ અનોખી અને મોંઘી Caciocavallo Podolico ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેનાથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે આ સેન્ડવીચ ખાવા માટે ગ્રાહકે ઓછામાં ઓછા 48 કલાક અગાઉ ઓર્ડર આપવો પડે છે. તેને બનાવવામાં ઘણો સમય લાગે છે કારણ કે સામાન અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવે છે. ખાસ ચીઝમાં ગ્રિલ કર્યા પછી, તેને ત્રિકોણ આકારમાં કાપવામાં આવે છે અને 23k એડિબલ ગોલ્ડ ફ્લેકશ સાથે રજૂ કરવામાં આવે છે. તેને ખાસ બેકારેટ ક્રિસ્ટલ પ્લેટમાં પીરસવામાં આવે છે. આ સાથે Baccarat ગ્લાસમાં Lobster Tomato Bisque પણ આપવામાં આવે છે.