‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ વર્ષ 2023ની જાહેરાત કરાઈ, આશા ભોંસલે અને વિદ્યા બાલનનું નામ સામેલ,એવોર્ડનું આયોજન 24 એપ્રિલે કરાશે
- ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા
- આ વર્ષ આશા ભોંસલેને આપવામાં આવશે આ પુરસ્કાર
મુંબઈઃ- ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા કરવામાં આવી ચૂકી છએ જેમાં આર્ષ દરમિયાન આ એવોર્ડ લતાજીના બહેન આશા ભોંસલેને આપવામાં આવશે. વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ અને અભિનેત્રી વિદ્યા બાલનનું નામ પણ આ એવોર્ડમાં સામેલ થયું છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે 6 એપ્રિલે લતા મંગેશકરના અવસાન બાદ તેમની યાદમાં આ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો.
ત્યારે આ વર્ષના આ એવોર્ડનું આયોજન 24 એપ્રિલે સન્મુખાનંદ હોલમાં કરવામાં આવશે. એવોર્ડ સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. આ સમારોહ દરમિયાન, કલા, સાહિત્ય, સંગીત અને રાજકારણના ઘણા દિગ્ગજો પણ ત્યાં હાજર રહેશે. 24 એપ્રિલ લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરનો સ્મૃતિ દિવસ પણ છે.
વિતેસા દિવસે ‘લતા દીનાનાથ મંગેશકર મંગેશકર એવોર્ડ’ની જાહેરાત મુંબઈમાં લતા મંગેશકરના નિવાસસ્થાન પ્રભુકુંજ ખાતે કરવામાં આવી જે દરમિયાન હૃદયનાથ મંગેશકર અને ઉષા મંગેશકર સહિત સમગ્ર પરિવાર અહીં હાજર હતો. કહેમાં આવ્આયું કે એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે દેશ અને દેશના લોકો માટે માર્ગ બતાવ્યો હોય અથવા તેમની પ્રેરણા બન્યા હોય. જેમાં આશઆ ભોંસલેનું નામ પણ સામેલ થયું છે.
આ ઉપરાંત પંકજ ઉધાસને ભારતીય સંગીતમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે. વિદ્યા બાલનને સિનેમામાં તેમના અદ્ભુત યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે. પ્રશાંત દામલે ફેન ફાઉન્ડેશન અને અતિ લાગુને પણ વર્ષના શ્રેષ્ઠ નાટક માટે સન્માનિત કરવામાં આવશે.