દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કેસ નોંધાયા,2 દર્દીઓના મોત
દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 1,537 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણ દર 26.54 ટકા હતો. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ માહિતી મળી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોવિડના નવા કેસ આવ્યા પછી, ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 20,25,781 થઈ ગઈ છે અને પાંચ દર્દીઓના મૃત્યુ પછી, રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 26,572 થઈ ગઈ છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,017 કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણ દર 32.25 ટકા હતો, જે 15 મહિનામાં સૌથી વધુ હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ગયા વર્ષે 14 જાન્યુઆરીએ 30.6 ટકાનો સંક્રમણ દર નોંધાયો હતો. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 5,714 છે.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 949 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે વધુ છ લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે કે નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 81,57,293 થઈ ગઈ છે અને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,48,485 થઈ ગઈ છે. સોમવારે રાજ્યમાં 505 કેસ નોંધાયા હતા અને ચેપને કારણે કોઈનું મોત થયું નથી. હાલમાં મહારાષ્ટ્રમાં સક્રિય દર્દીઓની સંખ્યા 6,118 છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે મૃત્યુઆંક પણ જોવા મળી રહ્યો છે.જેને લઈને સરકાર એલર્ટ બની છે.કોરોનાને અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે વેક્સિનના ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.