દિલ્હીમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં 1700થી વધુ કેસ નોંધાયા, 6 લોકોના થયા મોત
- રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર
- છેલ્લા 24 કલાકમાં 1700થી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જ જઈ રહ્યા છે ત્યારે દેશની રાજઘાની દિલ્હી એવું રાજ્ય છે કે જ્યા હવે કોરોનાના દરરોજ 1500ને પાર કેસ નોંધાઈ રહ્યા છએ જો છેલ્લા 24 કલાની વાત કરીએ તો આ દરમિયાન અહી કોરોનાના આંકડાએ 1700ની સંખ્યા વટાવી દીધી છે એટલે કે દિલ્હીમાં કોરોના વકર્યો છે.
24 કલાક દરમિયાન, અહી કોરોનાના 1 હજાર 767 કેસ નોંધાયા છે અને કોરોનામાં 6 લોલોના મૃત્યુ થયા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમણ દર 28 ચકાને પાર જોવા મળી રહ્યો છે શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 1,396 કેસ નોંધાયા હતા અને ચેપનો દર 31.9 ટકા હતો.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6 હજાર 172 ટેસ્ટ કરવામાં આવ્યા અને 1 હજાર 427 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ વિશે વાત કરીએ તો તે 6 હજાર 046 જોવા મળે છે. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની કોરોનાની સ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ બન્યું છે.ડોક્ટરોએ કહ્યું છે કે જો કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો તેના સંક્રમણ બચી શકાય છે. જો અન્ય રોગોથી પીડિત દર્દીઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે છે, તો તેઓ પણ સુરક્ષિત રહી શકે છે. જે લોકો લાંબા સમયથી હૃદય, ફેફસાં અને કિડની જેવી બીમારીઓથી પીડિત છે તેમને ઝડપથી કોરોના ચેપ લાગી શકે છે.