ગૃહમંત્રી અમિત શાહ આજથી કર્ણાટકના બે દિવીસય પ્રવાસે, ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા
- ગૃહમંત્રી આજથી બે દિવસ કર્ણાટકની મુલાકાતે
- કર્ણાટકની ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા
દિલ્હીઃ- દેશના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજરોજ શુક્રવારથી કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચશે, અહી 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ મુલાકાત લેવા જઈ રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે.
ગૃહમંત્રી આજરોજ બપોરે બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં 18મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલતાનના જન્મસ્થળ દેવનાહલ્લી શહેરમાં રોડ શો કરવાના છે.આશા કે કે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિતિ રહેશેભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે શાહ અહીં સાંજે ચૂંટણીની તૈયારીઓ અંગે પક્ષના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
આ સાથે જ શનિવારે, તેઓ દિલ્હી પાછા ફરતા પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.દેવનહલ્લીમાં, ભાજપના નેતા પાર્ટીના પિલ્લા મુનિષમપ્પા માટે પ્રચાર કરશે, જેઓ વર્તમાન JD(S) ધારાસભ્ય એલ એન નારાયણસ્વામી અને કોંગ્રેસના ઉમેદવાર કે એચ મુનિયપ્પા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાત વખતના સાંસદ સામે ટક્કર આપે છે.જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં હારેલા મુનિયપ્પા પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી રહ્યા છે.