નવી દિલ્હીઃ ભારતમાં વિવિધ ટેલિકોમ કંપનીઓ વપરાશકારોને વિવિધ પ્લાન પુરી પાડી રહી છે, ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સ્માર્ટફોન વપરાશકારોમાં બીએસએનએલનો રૂ. 107 અને રૂ. 197નો પ્લાન્ટ સૌથી વધારે લોકપ્રિય બન્યો છે.
દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપનીમાં ગણાતી BSNL ગ્રાહકો માટે નવા પ્લાન લાવવાની સાથે પોતાના જૂના પ્લાનમાં ફેરફાર કરતી રહે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગ્રાહકો માટે આવા પ્લાન લાવતું રહે છે જેમાં તેમને લાંબા કૉલિંગ અને અમર્યાદિત વાત કરવાના વિકલ્પો મળે છે. BSNLનો સસ્તો પ્લાન ગણાતા 107 રૂપિયાના પ્લાનમાં વપરાશકારને 35 દિવસની વેલિડિટી મળી રહી છે, આ પ્લાન્ટ બીએસએનએલના વપરાશકારોમાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર BSNLનો રૂ. 107 પ્રીપેડ પ્લાન ત્યારથી ગ્રાહકોમાં હિટ સાબિત થયો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 35 દિવસની વેલિડિટી મળે છે. જોકે, પહેલા તેને 40 દિવસની વેલિડિટી મળતી હતી જે બાદમાં ઘટાડી દેવામાં આવી હતી. આ પ્લાનમાં યુઝર્સને 3GB ડેટા મળે છે. આ સાથે 200 મિનિટ પણ આપવામાં આવે છે. જો આપણે આ પ્લાનની દૈનિક કિંમત પર નજર કરીએ, તો તે 107 રૂપિયામાં રોજના 3 રૂપિયા થાય છે. આમાં, મર્યાદિત વૉઇસ કૉલ્સ સાથે ઘણા લાભો ઉપલબ્ધ છે.
BSNLના 197 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકો 70 દિવસની વેલિડિટી સાથે આવતા હતા. જો કે, પહેલા તેને 84 દિવસની વેલિડિટી મળતી હતી, જે બાદમાં ઘટાડી દેવામાં આવી હતી. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. ઉપરાંત, અમર્યાદિત કૉલિંગ અને 100SMS મફતમાં ઉપલબ્ધ છે. જો આપણે આ પ્લાનની દૈનિક કિંમત પર નજર કરીએ, તો તે 197 રૂપિયામાં 3 રૂપિયા પ્રતિ દિવસ થાય છે. આમાં, મર્યાદિત વૉઇસ કૉલ્સ સાથે ઘણા લાભો ઉપલબ્ધ છે.