તલાટીની પરીક્ષાઃ 17.10 લાખ પૈકી 8.65 લાખ ઉમેદાવારોએ સંમતી પત્ર ભર્યું
- તા. 7મી મેના રોજ યોજાશે પરીક્ષા
- સમગ્ર રાજ્યમાં 14 હજાર કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા
- પરીક્ષાને લઈને કરાયું વિશેષ આયોજન
અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા તાજેતરમાં જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. હવે તલાટી-ક્મ મંત્રીની ભરીથીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7મી મેના રોજ તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન 17.10 લાખ ઉમેદવારો પૈકી 8.65 લાખ ઉમેદવારોએ સંમતી પત્ર ભર્યા છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ કે, આ પરીક્ષામાં 17.10 લાખ ઉમેદવારોએ પરીક્ષા ફોર્મ ભર્યા હતા. તેમાંથી સંમતી પત્ર ભરનાર 8.65 લાખ જેટલા લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ શાંતીપૂર્વક પૂર્ણ થઈ હતી. તમામ જિલ્લામાં 14 હજાર કરતા વધારે કેન્દ્ર ઉપલબ્ધ થયા હતા તેમાંથી શ્રેષ્ઠ કેન્દ્રોની પસંદગી કરવામાં આવશે.
ગુજરાતમાં તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં લાખો ઉમેદવારો બેઠા હતા. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા હવે તલાટી-કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7મી મેના રોજ યોજનારી પરીક્ષાને લઈને પણ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે 17 લાખથી વધારે યુવાનોએ ફોર્મ ભર્યાં હતા.