એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ લેનારાના ખીસ્સા પર ભાર , ચાર્જમાં 67 ટકાનો નોંધાયો વધારો
- એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન થયું મોઘું
- 67 ટકાનો વધારોલ નોંધાયો
દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન એટલે કે ઓટીટી પ્લેટફઓર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે જેને લઈને હવે એમેઝોન મેમ્બરશીપ લેનારા ખીસ્સા પર મોટો ભાર પડેલો જોવા મળ્યો છે કારણ કે એમેઝોન પ્રાઈમની મેમ્બરશીપમાં વધારો ઝિંકાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એમેઝોન પ્રાઇમે મેમ્બરશિપ કિંમતોમાં વધારો કર્યો છે. એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ હવે ભારતમાં 67 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. એમેઝોન પ્રાઇમના માસિક અને ત્રણ મહિનાના પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
એમેઝોન પ્રાઈમ પ્લાનની વાર્ષિક કિંમતો 1 હજાર 499 રૂપિયા છે એટલે કે વાર્ષિક પ્લાનની કિંમતમાં વધારો થયો નથી. તે જ સમયે, માસિક અને ત્રિમાસિક સ્કિમની કિંમતોમાં અનુક્રમે 120 રૂપિયા અને 140 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
જાણકારી અનુસાર કંપનીના પ્લાનમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે.આ સમગ્ર વિગતો એમેઝોન સપોર્ટ પેજ પર પ્લાન પર અપડેટ કરવામાં આવી છે. હવે ભારતમાં એમેઝોન પ્રાઇમની માસિક સભ્યપદની કિંમત 299 રૂપિયા હશે, જ્યારે ત્રણ મહિનાની સભ્યપદની કિંમત 599 રૂપિયા હશે. અગાઉ આ બંને પ્લાનની કિંમત અનુક્રમે 179 રૂપિયા અને 459 રૂપિયા હતી.
જો તમે ઓછી કિંમતે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ઇચ્છતા હોવ તો કંપની પાસે પ્રાઇમ લાઇટ મેમ્બરશિપ પણ છે. આ પ્લાન હેઠળ એક વર્ષનું સબસ્ક્રિપ્શન 999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં બે દિવસની વચ્ચે ફ્રી ડિલિવરી ઉપલબ્ધ છે.