1. Home
  2. ગુજરાતી
  3. મહાભારતના સમય કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે સમજદાર વ્યક્તિ કોણ હતા, જાણો છો?
મહાભારતના સમય કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે સમજદાર વ્યક્તિ કોણ હતા, જાણો છો?

મહાભારતના સમય કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે સમજદાર વ્યક્તિ કોણ હતા, જાણો છો?

0
Social Share

ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુનો એક માણસ અવતાર, ભગવાન વિષ્ણુનો શ્રી કૃષ્ણ અવતાર એટલે કે મનુષ્ય અવતાર આપણને બતાવે છે કે મનુષ્ય અવતાર તો તેમના માટે પણ સામાન્ય રહ્યો ન હતો, ભગવાન વિષ્ણુને પણ શ્રી કૃષ્ણના અવતારમાં અનેક તકલીફ પીડાઓનો સામનો કરવો પડ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના સમયમાં દરેક બાબતે સૌથી શ્રેષ્ઠ હતા તો દરેકના મનમાં તે વિચાર પણ આવતો હશે તેમના પછી સૌથી વધારે સમજદાર કોણ હતું. તો આ વિશે આપને જણાવીએ કે આ પ્રશ્નનો અત્યાર સુધી કોઈએ જવાબ નથી આપ્યો એના પરથી સમજાઈ ગયું હશે કે ભગવાન શ્રીકૃષ્ણની તોલે આવે એવું તો નહીં પણ એના પછી 100માં ક્રમે આવે એવું પણ કોઈ બુદ્ધિશાળી મહાભારત કાળે નહોતું તો અત્યારે તો ક્યાંથી હોય.

એમની બાળ લીલાની વાત કરો કે જાલનધરને મુચકુંદ ઋષિને હવાલે કરીને ભસ્મીભૂત કરવાની વાત હોય, અર્જુન યુધિષ્ઠિરને અંદરોઅંદર કપાઈ મરતા અટકાવવાનો પ્રસઁગ હોય, અશ્વત્થામા મરાયો એવી કપટપૂર્ણ અફવા ફેલાવવાની યુક્તિ હોય, પોતે જાણતા હોવા છતાં પોતાના સગા ભlણેજ અભીમન્યુને મોતને હવાલે કરવાનો નિર્ણય તેના જન્મ પહેલાં જ કરી દેવાનો હોય, કર્ણનો વધ કરવાની સલાહ અર્જુનને આપવાની હોય, મહાબલી બરબરીકને યુદ્ધથી દૂર રાખવાનો હોય કે દુર્વાસાના શ્રાપથી પાંડવોને બચાવવા ખાલી અક્ષયપાત્રમાંથી એક દાણો ખાઈને આખા જગતને ધરવી દેવાનો સનકલ્પ કરવાનો હોય… શ્રીકૃષ્ણ એક અને અજોડ હતા.એમની બુદ્ધિમતા એમની ચતુરાઈની તોલે કોઈ ન આવે. ત્યારે તો રજનિષે તેમના વિશે કહ્યું હતું કે અમુક પરિસ્થિતિમાં ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત કે બીજા અમુક્તમુક કઈ રીતે વર્તશે એની વિશે ભlખી શકાય.પણ શ્રીકૃષ્ણ ક્યાં સનજોગોમાં કઈ રીતે વર્તશે એનું અનુમાન કરવું મુશ્કેલ જ નહીં અશક્ય છે….દેખીતું છે સીધો પ્રશ્ન એ થશે કે શ્રીકૃષ્ણએ પાંડવોને જુગટું રમતા કેમ રોક્યા નહિ અથવા તેમાં કોઈ સહાય કેમ ન કરી.એનો જવાબ એ છે કે તેમની મદદ કે અભિપ્રાય માનગવામાં આવ્યો ન હોય તો શ્રીકૃષ્ણ ક્યારેય વણજોઈતી સલાહ આપે નહિ અને તેમના જેવી વિભૂતિ કોઈના કર્મફળમા હસ્તક્ષેપ કરે નહિ.

આમ છતાં એવું કહી શકાય કે શ્રીકૃષ્ણ પછી કહી શકાય તેવો શકુની અતિ બુદ્ધિશાળી ને કપટી હતો.તેની બહેનના અંધ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન અને તે સમયના ઘટનાક્રમનો મનમાં દાવ રાખીને લાંબાગાળાની યોજના કરીને આખા કૌરવકૂળનું નિકન્દન કાઢવામાં તે સફળ રહ્યો. માટે શકુનીને કોઈ પંચવર્ષીય યોજનાના વડા પાસે હોવી જોઈએ એવી બુદ્ધિ હતી એવું કહી શકાય.

ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે, આ બાબતે કોઈ પૃષ્ટી કે દાવો કરવામાં આવતો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code