સુંદરતા શબ્દની વાત આવે ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ વાત આવે કે સ્ત્રીનું અદ્રશ્ય અને સૌથી મનપસંદ ઘરેણું, કારણ કે સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે અનેક પ્રકારના પ્રયાસ કરતી રહેતી હોય છે અને ક્યારેક તો તેના માટે મોટા પ્રમાણમાં રકમ પણ ખર્ચ કરી નાખે છે પરંતુ કેટલીક સ્ત્રીઓને એવું પણ હોય છે કે તેમની પગની સુંદરતા પણ એટલી જ જોઈએ છે જેટલી ચહેરા પર હોય છે. તો હવે આજે તે વાત જાણીશું કે ચહેરાની અને શરીરની સુંદરતા સાથે સાથે પગની સુંદરતાને કેવી જાળવી રાખવી કે વધારે સુંદર પગ કેવી રીતે રાખી શકાય.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો કપૂર અને નારિયેળ તેલના આ મિશ્રણને નવશેકુ ગરમ કરીને ઉપયોગમાં લેવું જોઈએ. આ તેલને ધોઈને સ્વચ્છ કરેલી એડી પર લગાવો. થોડા દિવસ સુધી આવું રોજ કરો. બહુ જલદી તમારી ફાટેલી એડીઓ ફરીથી મુલાયમ બની જશે અને સુંદર પણ લાગશે.
આ ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે ચંપલ કે બૂટ પહેરીને ઊભાં હો, ત્યારે ખાસ જુઓ કે તમારા પગના અંગૂઠા અને ચંપલ કે બૂટની અણી વચ્ચે ૧/૨ ઈંચની જગ્યા રહે. ખરીદતાં પહેલાં દુકાનમાં જ પહેરીને ચાલી જુઓ કે, તમને તે બહુ જ ચપોચપ તો નથી થતા ને અને ચાલવામાં કોઈ તકલીફ તો નથી પડતી ને.સામાન્ય રીતે જોવામાં આવે તો ક્યારેક પગમાં ખોટા પ્રકારના ચંપલ કે સેન્ડલ પહેરવામાં આવે ત્યારે પણ પગમાં ડંખ પડી જતા હોય છે, અને ક્યારેક તો તેના ડાઘ પણ પડી જતા હોય છે. જેના કારણે પગની સુંદરતા વધારે બગડી જતી હોય છે.
દુકાનદાર તો દરેક ચંપલ, બૂટ, કે સૅન્ડલને ‘સારા છે’ તેમ જ કહેશે, પણ તમારે દુકાનદારની વાત માની લેવી નહીં.જ્યારે તમે ચંપલ કે સૅન્ડલ ખરીદો, ત્યારે તમે તેને પહેરીને તે આરામદાયક છે કે નહીં તે જોઈ જુઓ.