- પીએમ મોદીનો આજે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર
- કર્ણાટકમાં રેલીને સંબોધશ
- અનેક જાહેર સભા યોજશે
દિલ્હીઃ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છએ તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું એડી ચોંટીનું જોર લગાવીને જનતાને રિઝવવાના પ્રયાસો કરી રહી છે આ સંદર્ભે દેશના પીેમ કર્ણટાકમાં અનેક રેલી અને રોડ શો કરી રહ્યા છે.
ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા તબક્કાના તેમના બે દિવસીય ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આજે બપોરે કલાબુર્ગીમાં રોડ શો યોજતા પહેલા તેઓ ચિત્રદુર્ગ, હોસપેટ અને સિંધનુરમાં જાહેર સભાઓને સંબોધશે.
જાણકારી અનુસાર આ સિવાય પીએમ મોદી આવતીકાલે મુદાબાદરે, અંકોલા અને બાલી હોંગલા ખાતે જાહેર સભાઓને સંબોધિત કરશે અહી મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતાો છે.. રાજ્યમાં પ્રચાર કરી રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ત્રણ જાહેરસભાઓને સંબોધશે અને ત્રણ સ્થળોએ વિશાળ રોડ શો કરશે. તે જ સમયે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે માંડ્યામાં જાહેર સભા કરશે
બીજી તરફ કોંગ્રેસ પક્ષ પણ એડી ચોંટીનું જોર લગાવી રહી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ રાજ્યમાં બે જાહેરસભાને સંબોધિત કરશે અને ચિકમંગલુરમાં રોડ શો કરશે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલર નેતા એચ.ડી. દેવેગૌડા વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રોડ શોમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે. 10મી મેના રોજ રાજ્યની જનતા તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે અને 13મી મેના રોજ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ જેવી પાર્ટીઓના ભાવિનો ફેંસલો થશે