1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના નાન રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં ગરમી અને માવઠાંને લીધે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો
કચ્છના નાન રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં ગરમી અને માવઠાંને લીધે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો

કચ્છના નાન રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં ગરમી અને માવઠાંને લીધે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો

0
Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા હળવદથી લઈને પાટડી સહિતના રણ વિસ્તારને ઘૂડખર અભ્યારણ્ય તરીકે જાહેર કરાયેલો છે. આ વિસ્તારમાં ધૂડખરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાતું હોય છે. રણનો અફાટ વિસ્તાર ઉનાળાની બપોરના સમયે વેરાન જેવો ભાસતો હોય છે. હાલ ગરમી સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રવાસીઓની સંખ્યમાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રણ સિવાય ક્યાંય  જોવા ન મળતા ઘૂડખર અભ્યારણ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી અને કમોસમી માવઠાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ એકલ-દોકલ પ્રવાસીઓ જ આવી રહ્યા છે. આગામી તા.16 જૂનથી ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેવાનું હોવા છતાં હાલમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા  351196 સુધી પહોંચી છે. જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37 ટકાના વધારા સાથે 6082એ પહોંચ્યા છે. બીજી બાજુ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના નાના રણમાં છેલ્લે 2019માં કરાયેલી પક્ષી ગણતરીની સંખ્યા 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે છેલ્લે અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37 ટકાના વધારા સાથે 6082એ પહોંચવા પામી હતી. ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી અને કમોસમી માવઠાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.  રણમાં એકબાજુ અસહ્ય બફારા વચ્ચે કાળઝાળ ગરમી અને કમોસમી માવઠાના લીધે અભ્યારણ્ય વિસ્તારમાં આવનજાવનનો રસ્તો બંધ થતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code