જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં NIA એ અનેક સ્થળો દરોડા પાડ્યા
- જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના દરોડા
- પાકિસ્તાન આતંકી ષડયંત્ર કેસમાં અનેક સ્થળો દરોડા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આનઆઈએ દ્રારા પાકિસ્તાન આતંકવાદી ષડયંત્ર કેસને લઈને અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા છે અને તવાઈ બોલાવી છે.
જમ્મુ અને કાશ્મીરમાં સ્ટીકી બોમ્બ, વિસ્ફોટકો, નાના હથિયારોનો ઉપયોગ કરીને હિંસક આતંકવાદી હુમલાઓ કરવા માટે આતંકવાદી સંગઠનો દ્વારા ઘડવામાં આવેલા કાવતરાનો આ કેસ છે. આ આતંકવાદી જૂથો દ્વારા સ્થાનિક યુવાનોની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાના મોટા કાવતરાનો એક ભાગ છે જેને લઈને અહી અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
આ એજન્સી દ્રાવ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલબદર, અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોનો સમાવેશ થાય છે.NIAએ કહ્યું છે કે આ જૂથો રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જમ્મુ કાશ્મીર ફ્રીડમ ફાઈટર, કાશ્મીર ટાઈગર જેવા નામોથી કામ કરી રહ્યા છે અને આ જૂથો સાથે સંકળાયેલા કેડરના પરિસરમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે.
એનઆઈ દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સાથે સંકળાયેલા કેડર સ્ટીકી બોમ્બ અથવા મેગ્નેટિક બોમ્બ, વિસ્ફોટક સામગ્રી, રોકડ, નાર્કોટિક્સ અને નાના હથિયારોની પ્રાપ્તિ અને વિતરણમાં સામેલ હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો આ હથિયારો અને ડ્રગ્સ ડ્રોન દ્વારા ભારત મોકલતા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત સરાકેર પાકિસ્તાન દ્રારા આતંકી સંગઠનોની મદદ માટે ઉપયોગમાં લેવાતી મેસેન્જર એપ્લિકેશન પર બેન લગાવ્યો હતો.