1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય
ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય

ભારતમાં હવે તમામ સ્માર્ટફોનમાં FM રેડિયો ફરજિયાત જોવા મળશે, સરકારનો નિર્ણય

0
Social Share

નવી દિલ્હીઃ કેટલાક વર્ષો પહેલા સુધી દરેક સ્માર્ટફોનમાં FM રેડિયો ચોક્કસપણે ઉપલબ્ધ હતો, પરંતુ હવે ઘણી કંપનીઓ તેમના ફોનમાં FM રેડિયોની સુવિધા આપતી નથી. જો કે, હવેથી તમામ સ્માર્ટફોન માટે એફએમ રેડિયો ફરજિયાત રહેશે કારણ કે સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને તેમના ઉપકરણો પર એફએમ રેડિયો પ્રદાન કરવા માટે સૂચનાઓ જારી કરી છે, આ સાથે, સરકારે રેડિયો ઍક્સેસ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ કહ્યું છે.

IT મંત્રાલયે ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) અને મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ફોર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MAIT)ને સૂચનાઓ જારી કરી છે. સરકાર દ્વારા મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, લોકોને માત્ર રેડિયો સેવા પૂરી પાડવા માટે જ નહીં પરંતુ આપત્તિના સમયે રેડિયોની પહોંચ ખૂબ જ સરળ રહે તે સુનિશ્ચિત કરવાનું પણ છે. આ સાથે સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે હવેથી સ્માર્ટફોનમાં હંમેશા FF રેડિયો એક્ટિવ હોવો જોઈએ. સરકારનું કહેવું છે કે, સ્માર્ટફોનમાં એફએમ રેડિયોને એવી રીતે સેટ કરવો જોઈએ કે કોઈ પણ આપત્તિ વખતે તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય. હવે સરકારે તમામ સ્માર્ટફોન કંપનીઓને ફોનમાં FM રેડિયોની સુવિધા ફરજિયાતપણે ઉમેરવા માટે કહ્યું છે.

દેશમાં હવે મોટાભાગની વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. જેથી કુદરતિ આપતી સમયે એફએમ રેડિયો મહત્વનો સાહિત થાય છે. જેથી સરકાર દ્વારા આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જેના પરિણામે કુદરતી આફતના સમયે રેડિયો મારફતે દેશની જનતાને એલર્ટ કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code