દેશમાં કોરોનાના કેસોમાં નોંઘાતો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,000 થી પણ ઓછા કેસ નોંધાયા
- દેશભરમાં કોરોનામાં રાહત
- છએલ્લા 24 કાકમાં 2 હજાર કરતા ઓછા કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે, એક મહિલા પહેલા અચાનક વધેલા કોરોનાના કેસો હવે ઝડપી ગતિે ઘટતા જોવા મળી રહ્યા છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 2 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે આ જોતા કહી શકાય કે હવે દેશમાં કોરોનાના નોંધાતા કેસોમાં રાહત મળી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 હજાર 839 નવા કેસ નોંધાયા છે. આ સહીત વિતેલા દિવસની જો વાત કરીએ તો આ દરમિયાન 2 હજાર 380 નવા કેસ નોંધાયા હતા આંકડો જોતા આજે ફરી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.
જો દેશમાં હાલ સક્રિય કેસો વિશે વાત કરીએ તો સક્રિય કેસ હાલમાં 25 હજાર 178 નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ કુલ કેસોના 0.06 ટાકા છે. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ હાલમાં 98.76 ટકા નોંધાયો છે.આ સાથે જ દેશ માં કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર હવે 2.49 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 2.1 ટકા જોવા મળે છે.
જો સાજા થનારા લોકોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં, 3 હજાર 861 લોકો સ્વસ્થ થયા છે,એટલે કે નવા નોંધાયેલા કેસો કરતા એક દિવસમાં સાજા થનારા દર્દીઓનો આંકડો વધુ જોવા મળે છે.જેને લઈને કોરોનાના કેસ ઘટતા જઈ રહ્યા છે અને તંત્રએ પણ રાહતના શ્વાસ લીઘા છે.