મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ ‘ઘ કેરળ સ્ટોરી’ફિલ્મ કર મુક્ત કરાઈ
- એમપી બાદ હવે યુપીમાં ઘ કરેળ સ્ચોરી કર મુક્ત કરાઈ
- સીએમ યોગી પણ ફિલ્મ નિહાળશે
લખનૌઃ- તાજેતરમાં લવજેહાદ પર બનેલી ફિલ્મ ઘ કરેળ સ્ટોરી અનેક વાદ વિદામાં આવ્યા બાદ પણ સિનેમાઘરોમાં ઘીમ મચાવી રહી છે, મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે તો દિલ્હીમાં બીજેપી પાર્ટીએ એરવિંદ કેજરિવાલ સરકારને પત્ર લખીને ફિલ્મને કર મૂક્ત કરવાની માંગણી કરી છએ ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ ફિલ્મને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં ફિલ્મ ઘ કરેળ સ્ટોરી કર મૂક્ત કરી છે એટચલે કે હવે એમપી બાદ યુપીમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી હશે,સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની સૂચના આપી છે. આ સાથે સીએમ યોગી તેમના કેબિનેટ સાથે આ ફિલ્મ જોશે.
મળતી માહિતી મુજબ, આ પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારે ફિલ્મ ધ કેરળ સ્ટોરીને ટેક્સ ફ્રી કરી હતી. હવે યોગી સરકારે પણ આ નિર્ણય જાહેર કર્યો છે. જો કે આ ફિલ્મને લઈને વિવાદ પણ છે. તો વળી બીજી તરફ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, અનેક વિવાદ બાદ પણ ફિલ્મને સારા એવા દર્શકો મળી રહ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કર્યું છે કે રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લોન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ગઈ હતી. જો કે તમામ વિવાદો વચ્ચે ઘણા રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે ફિલ્મ ધ કેરળ સ્ટોરીને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી હતી. તમિલનાડુમાં પણ સિનેમા હોલ દ્વારા ફિલ્મ પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બીજેપી રાજ્યમાં આ ફિલ્મને સપોર્ટ મળી રહ્યો છે અનેક નેતાઓએ આ ફિલ્મ નિહાળી છે અને વખાણ કર્યા છે,સત્ય ઘટના પર આઘારિત આ ફિલ્મ બાળકીઓ કે યુવતીઓને વલ જેહાદથી વાકેફ કરાવે છે જેને લઈને કેટલાક રાજ્યમાં યુવતીઓ માટે અને ઘોરણ 11 12ની વિદ્યાર્થીનીઓ માટે તેનું ખાસ સ્ક્રિનિંગ રાખવાની પણ માંગ કરવામાં આવી છે.