પીએમ મોદી 12 મે ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે,રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
- પીએમ મોદી ફરી આવશે ગુજરાત
- 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે
- અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની દ્વિવાર્ષિક શિક્ષણ સમિટમાં લેશે ભાગ
અમદાવાદઃ- વડા ડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે અને ગાંધીનગરમાં રાજ્ય દ્વારા આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની દ્વિવાર્ષિક શિક્ષણ સમિટની 29મી આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં શિક્ષણની ચર્ચા અને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન શિલાન્યાસ અને રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત એજ્યુકેશન સમિટનું પણ ઉદ્ઘાટન કરશે.
ગિફ્ટ સિટી અને મહાત્મા મંદિર ખાતે પણ કાર્યક્રમો યોજાશે. પ્રાથમિક શાળાના શિક્ષકોના રાષ્ટ્રીય સંગઠન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ શિક્ષણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે,આ સાથે જ રુપિયા 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ પીએમ મોદી કરાવશે.
પીએમ મોદી આ દિવસે ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાન મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે