કર્ણાટકના બેંગલુરુમાં આજે સવારથી જ કલમ 144 લાગૂ , કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દારુના વેંચાણ પર પ્રતિબંધ
- બેગંલુરુમાં મતગણતરીને લઈને ઘારા 144 લાગુ
- મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરાયા
બેંગલુરુઃ- આજરોજ સવારે 8 વાગ્યાથી જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, બેંગલુરુ પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે આ સાથએ જ મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે.
બેંગલુરુ જિલ્લામાં 5 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પાંચ સ્થળોએ 32 વિધાનસભા બેઠકોના મતોની ગણતરી કરવામાં આવી રહી છે જેને લઈને ખાસ સુરક્ષા પણ ગોઠવાઈ છે. આ દરમિયાન કોઈ હિલચાલ ન થાય, આ માટે દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.આ સાથએ જ દરેક આવતા જતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોડ પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે. આ સાથે જ આગામી 24 કલાક માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો આજે છેલ્લો દિવસ છે. અહીં મતદાન બાદ મતગણતરી શરૂ થઈ ગઈ છે. તેના પરિણામો પણ થોડા કલાકોમાં આવવાનું શરૂ થઈ જશે આવી સ્થિતિમાં કોઈ પણ અસમાજીક તત્વો સક્રિય ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સાવચેતી રાખવામાં આવી રહી છે કે મતગણતરી દરમિયાન વચ્ઈ પણ પ્રકારની ઘટના ન થાય જેને ધ્યાનમાં રાખીને, બેંગલુરુમાં વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ શનિવારે સવારે 6 વાગ્યાથી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે સવારે 6 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેથી કરીને સ્થિતિ પર કાબૂ મેળવી શકાય.