બ્રિટનની આ કંપનીઓ કે જેને ભારતીયોએ ખરીદી લીધી,જાણશો તો તમને પણ થશે ભારતીય હોવાનો ગર્વ
દિલ્હી: આજથી થોડા વર્ષ પહેલા દુનિયાના દરેક લોકોની ભારત પ્રત્યે અલગ નજર હતી, લોકો ભારતને ગરીબ અને આર્થિક રીતે પછાત દેશ તરીકે જોતા હતા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતના જે સ્ટાર ચમક્યા છે, તે વાત જોઈને લાગે છે કે ભારતનો દશકો નહી પણ ભારતની સદી આવશે, અને 21મી સદી ભારતની છે. વાત એવી છે કે આજના સમયમાં હવે ભારતીયો દ્વારા બ્રિટનમાં મોટી મોટી કંપનીઓને ખરીદવામાં આવી રહી છે અને તેમાં આ કંપનીઓનો સમાવેશ થાય છે.
મહિન્દ્રા ગ્રૂપના ક્લાસિક લિજેન્ડે 2016માં બ્રિટિશ ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ BSA મોટરસાઇકલ્સ હસ્તગત કરી હતી. આ બ્રાન્ડ એક સમયે બર્મિંગહામ સ્મોલ આર્મ્સ કંપનીની માલિકીની હતી, જે યુકેના ટોચના બિઝનેસ હાઉસમાંની એક હતી. નાદાર થયા પછી ક્લાસિક લિજેન્ડ્સે તેને હસ્તગત કર્યું.
આ ઉપરાંત સૌ પ્રથમ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ઉલ્લેખ છે, જેના વિના આધુનિક ભારતનો ઈતિહાસ અધૂરો રહે છે. 1857 સુધી ભારત આ કંપનીના કબજામાં હતું. આ કંપની ખેતીથી લઈને ખાણકામ અને રેલ્વેનું તમામ કામ કરતી હતી. હવે આ કંપની ચા, કોફી, ચોકલેટ વગેરે ઓનલાઈન વેચે છે. ભારતીય મૂળના બિઝનેસમેન સંજીવ મહેતાએ તેને ખરીદ્યા બાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે.
સાથે સાથે જો ટાટા ગૃપની વાત કરવામાં આવે તો કોરસ ગ્રૂપ વિશ્વભરના સ્ટીલ માર્કેટમાં બ્રિટનનો ધ્વજ ઉંચકતું હતું. 2007માં ટાટા ગ્રુપની ટાટા સ્ટીલ લિમિટેડ દ્વારા બ્રિટનની સૌથી મોટી સ્ટીલ કંપની ખરીદી લેવામાં આવી હતી.
Tetley Tea વિશ્વમાં સૌથી વધુ વેચાતી બ્રિટિશ ચાની બ્રાન્ડ છે. હવે તે ટાટા ગ્રુપનો પણ એક ભાગ છે. લગભગ 200 વર્ષ જૂની આ કંપનીને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રક બનાવતી ઓટો કંપની, ઓપ્ટેર, આ બ્રાન્ડ હાલમાં ભારતીય ઓટો કંપની અશોક લેલેન્ડનો એક ભાગ છે. આ કંપની સિંગલ ડેકર, ડબલ ડેકર, ટૂરિસ્ટ, લક્ઝરી અને ઇલેક્ટ્રિક બસો બનાવે છે.