- જી 20ને લઈને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ
- આતંકી ઘટનાઓને લઈને સુરક્ષા વધારાઈ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠક આવનારા દિવસોમાં યોજાવાની છે તે પહેલા જ આતંકીઓ બનાવો બની રહ્યા છએ જેને લઈને હવે સેના એલર્ટ મોડ પર જોવા મળી છે.પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં પ્રસ્તાવિત G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાના સતત પ્રયાસો વચ્ચે આતંકવાદી ઘૂસણખોરીનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ત્યારે હવે સરહદથી લઈને દરેક ચોકીઓ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સાથએ જ G-20 મીટિંગ અને સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને રાજૌરી-પૂંચ બાદ રામબન જિલ્લામાં ફટાકડાના ઉપયોગ, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ રામબાને રવિવારે એક આદેશ જારી કર્યો છે, જેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે.
આતંકવાદીઓની ઘૂસણખોરી અને G-20 બેઠકમાં વિક્ષેપની આશંકા વચ્ચે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડર પર હાઈ એલર્ટ પર BSF દ્વારા 24 કલાક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.પોલીસ દ્વારા તમામ એસએચઓને પહેલાથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે રાત્રિના સમયે ચોકીઓનું વ્યવસ્થિત ચેકિંગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં મોટા પાયે સવાર-સાંજ પેટ્રોલિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજોરી-પૂંચમાં પાકિસ્તાનની બેટ ટીમ એમ્બ્યુશ કરીને સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે. કઠુઆ, જમ્મુ અને સાંબા સરહદોથી આતંકીઓ ઘૂસણખોરી કરીને ફિદાયીન હુમલો કરી શકે છે. IB અને LoC પર આતંકવાદીઓની પ્રશિક્ષિત ટીમોની હાજરી નોંધવામાં આવી છે, જેને લઈને સુરક્ષા દળો એલર્ટ બન્યા છે.
આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં G-20 સમિટ અને વિદેશી મહેમાનોની સુરક્ષા માટે ઉધમપુરમાં લગભગ 600 પોલીસકર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આ જવાનો સાદા યુનિફોર્મમાં મહેમાનોની આસપાસ તૈનાત રહેશે. આ ઉપરાંત અન્ય સુરક્ષા દળો ઉપરાંત NSG કમાન્ડો અને નેવીના MARCOS સ્ક્વોડ પણ તૈનાત રહેશે.